અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના જીતપુર ગામે આજે જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં લોકસંપર્ક અને જનસુનાવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, સહાય અને સેવાઓ અંગે માહિતી આપવામાં આવી હતી તેમજ લોકોના પ્રશ્નો અને રજૂઆતો સાંભળવામાં આવી હતી. કાર્યક્રમમાં જીતપુર ગ્રામ પંચાયત, રેશનકાર્ડ સંબંધિત સેવાઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની કામગીરી, આવાસ યોજના, સામાજિક સુરક્ષા પેન્શન, ખેતીવાડી સહાય, શિક્ષણ, પીવાના પાણી, સ્વચ્છતા સહિત ગ્રામજનોને મળતા વિવિધ સરકારી લાભોની સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગોના અધિકારીઓ પાસેથી કામગીરી અંગે માહિતી મેળવી જરૂરી સૂચનાઓ આપી હતી. આ પ્રસંગે ગ્રામજનોને સરકારશ્રી દ્વારા આપવામાં આવતી વિવિધ સહાય અને સુવિધાઓ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. સાથે જ લાભાર્થીઓને યોજનાઓનો સંપૂર્ણ લાભ મળી રહે તે માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં માલપુર મામલતદારશ્રી, મામલતદાર કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ, તેમજ સર્કલ ઓફિસર ઝાલા સાહેબ ગ્રામ પંચાયતના હોદ્દેદારો, વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ તેમજ માલપુર તાલુકા ના ઠાકોર સમાજ આગેવાન કાલિદાસ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.
અરવલ્લીના જીતપુર ગામે લોકસંપર્ક કાર્યક્રમ યોજાયો...