ગુજરાતના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયા ગાંધીનગરથી સીધા સુરત પહોંચ્યા બાદ નવી સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા. બારડોલી નજીક સર્જાયેલી દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત દર્દીઓની મુલાકાત લઈ તેમના સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી હતી.
બારડોલી નજીક સર્જાયેલી દુર્ઘટના બાદ ગુજરાતના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયા તાત્કાલિક ગાંધીનગરથી સુરત આવી નવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.આરોગ્ય મંત્રીએ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને પ્રત્યક્ષ મળી તેમની તબિયત અંગે માહિતી મેળવી હતી. સાથે જ દર્દીઓના પરિવારજનોને હિંમત અને સાંત્વના પાઠવી હતી.નવી સિવિલ હોસ્પિટલના તબીબો અને આરોગ્યકર્મીઓ દ્વારા ઇજાગ્રસ્તોને શ્રેષ્ઠ સારવાર આપવામાં આવી રહી હોવાનું આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું. ઉપરાંત દર્દીઓને તમામ જરૂરી આરોગ્ય સુવિધાઓ સમયસર મળી રહે તે માટે હોસ્પિટલ તંત્રને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી.આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે આ મુશ્કેલ સમયમાં તેઓ ઇજાગ્રસ્તો અને તેમના પરિવારજનોની સાથે છે. તેમજ તમામ દર્દીઓ ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના પણ વ્યક્ત કરી હતી.
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયા નવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા..