અરવલ્લી જિલ્લાના ત્રણ ગામોના સંગમસ્થળે આવેલા દેવાળિયા હનુમાન મંદિરે મહંત આશુતોષગીરી મહારાજને આંતરરાષ્ટ્રીય સંત બૌદ્ધિક મંચના અરવલ્લી જિલ્લા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવતા ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો.આંતરરાષ્ટ્રીય સંત બૌદ્ધિક મંચ દ્વારા મહંત આશુતોષગીરી મહારાજને અરવલ્લી જિલ્લા અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.નિમણૂકના અવસરે સંત સમાજ, ગ્રામજનો અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને મહંતશ્રીને શુભેચ્છાઓ પાઠવી હતી.વક્તાઓએ જણાવ્યું હતું કે મહંત આશુતોષગીરી મહારાજ વર્ષોથી આધ્યાત્મિક, ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે.તેમની સેવાભાવના અને સમાજ પ્રત્યેના યોગદાનને ધ્યાનમાં રાખી તેમને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી હોવાનું જણાવાયું હતું.મહંત આશુતોષગીરી મહારાજે સૌનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું.