ભરૂચ અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામે શિવએકતા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આગેવાનોની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય આપવામાં આવી હતી.
અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામે શિવએકતા ગ્રુપ દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપવા અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મદદરૂપ થવાના હેતુથી નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા મહામંત્રી પરેશ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય મગન પટેલ તેમજ શિવએકતા ગ્રુપના હેમેન્દ્ર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન આપી મન લગાવી અભ્યાસ કરવા અપીલ કરી હતી.