સુરત શહેરમાં મોડી રાત્રે વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે.સુરત શહેરમાં મોડી રાત્રે વરસાદ સાથે ભારે પવન પણ ફુંકાયો હતો.જેમાં શહેરના અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે.જે મામલે સુરત ફાયર વિભાગને કુલ 8 કોલ વૃક્ષો ધરાશાયીના મળ્યા હતા.જેમાં પાંડેસરા વિસ્તારમાં આવેલ આવિર્ભાવ સોસાયટી પાસે એક વૃક્ષ ધરાશાયી થતા ઓટોરિક્ષાને નુકશાન થયું હતું.જોકે આ તમામ ઘટનાઓમાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.