અરવલ્લીના મોડાસા સ્થિત બી. કનાઈ સ્કૂલમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 20 વર્ષ સુધી સંસ્થામાં અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.મોડાસાની બી. કનાઈ સ્કૂલમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સ્નેહમિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં છેલ્લા 20 વર્ષ દરમિયાન સંસ્થામાં અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.સંસ્થા દ્વારા સ્નેહમિલન અંતર્ગત વિવિધ સાંસ્કૃતિક અને મનોરંજનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.વિદ્યાર્થીઓએ વિવિધ ગેમ્સ, ઇવેન્ટ્સ તેમજ ડાન્સ અને હાસ્યથી ભરપૂર કાર્યક્રમોની મજા માણી હતી.આ પ્રસંગે તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાના શાળાકાળની યાદોને તાજી કરી હતી અને સંસ્થાના વહીવટદારો તેમજ શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો.સ્નેહમિલન કાર્યક્રમ હર્ષોલ્લાસ અને યાદગાર માહોલ વચ્ચે સંપન્ન થયો હતો.