બોટાદ જિલ્લામાં પ્રોહિબિશનના ગુનાઓ સામે પોલીસનો સકંજો વધુ કડક બન્યો છે. બોટાદ એલસીબીએ દારૂના ગુનામાં સંડોવાયેલા એક ઇસમને પાસા હેઠળ અટકાયત કરી જેલ હવાલે કર્યો છે.જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માના માર્ગદર્શન હેઠળ ઝીરો ટોલરન્સ નીતિના ભાગરૂપે ભારતીય બનાવટના વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલા ઇસમ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.મળતી માહિતી મુજબ, બોટાદ એલસીબી દ્વારા ગઢડીયા ગામના રહેવાસી રસીકભાઈ પોપટભાઈ મુળીયા વિરુદ્ધ પાસા હેઠળ દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ હર્ષદ વોરાએ દરખાસ્ત મંજૂર કરતાં પાસા અટકાયત વોરંટ જારી કર્યો હતો.ત્યારબાદ બોટાદ એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર જી.એમ. પાવરા અને તેમની ટીમે આરોપીની અટકાયત કરી પાસા વોરંટની બજવણી કરી હતી. આરોપીને આગળની કાર્યવાહી માટે નડિયાદ જિલ્લા જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.
બોટાદ LCBની મોટી કાર્યવાહી દારૂના ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા હેઠળ