બ્રાઝીલથી કોકેઇનનો જથ્થો ગુજરાતના દરીયા ખાતેથી દિલ્હીમાં ડીલીવરી કરવાના ગુનાહિત કાવતરાનો પર્દાફાશ કરતી ગુજરાત એ.ટી.એસ. તથા ભારતીય કોસ્ટગાર્ડ..
ગુજરાત એ.ટી.એસ.ના પો.ઇન્સ.શ્રી જે.એમ.પટેલનાઓને બાતમી હકિકત મળેલ કે, યુરોપ નામના કાર્ગો વહાણમાં તેના ક્રુ મેમ્બર Ngingite Nassoro Jumanne તથા Juma Nasir Omar તથા તેમના મળતીયાઓ બ્રાઝીલથી આશરે ૬ થેલાઓમાં ૧૫૦ કીલો જેટલો માદક પદાર્થ કોકેઇનનો જથ્થો સંતાડી લાવી તા.૨૬/૦૫/૨૦૨૬ ના વહેલી સવાર દરમ્યાનમાં મુન્દ્રા સામે દરીયામાં આઉટર એન્કરેજ વિસ્તારમાં કોઇ ફીશીંગ બોટમાં ડીલીવરી કરનાર છે અને આ કોકેઇનનો જથ્થો દીલ્હી ખાતે રહેતા Kelvin Chukwuma તથા Byaruhanga James નાઓને ડીલીવરી થનાર છે.જે બાતમીની જાણ ગુજરાત એ.ટી.એસ.ના વરિષ્ઠ અધિકારીશ્રીઓને કરતા તેઓના હુકમ આધારે ગુજરાત એ.ટી.એસ.ના પોલીસ અધિક્ષકશ્રી કે.સિધ્ધાર્થનાઓની નેતૃત્વ હેઠળ પો.ઇન્સ. શ્રી વી.આર.જાડેજા, પો.ઇન્સ. શ્રી બી.એમ.પટેલ તથા પો.વા.સ.ઈ. શ્રી જે.પી.વરમોરા નાઓની ટીમ મુંદ્રા ખાતે રવાના કરેલ તથા પો.કો. હરજીતસિંઘ રાજ, પો.કો. અહેમદ મકવાણા તથા પો.કો. દિવ્યરાજસિંહ ચૌહાણ નાઓની ટીમ એ.ટી.એસ. ખાતે ટેકનિકલ કામગીરીમાં રોકાયેલ હતી. ગુજરાત એ.ટી.એસ.ની ટીમે મુન્દ્રા ખાતે કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓને મળી સંયુકત ટીમ બનાવી કોસ્ટગાર્ડની બોટમાં રવાના થઇ બાતમીવાળી જગ્યાએ પહોંચી વોચમાં રહેલ હતા. જે દરમ્યાન ત્યાં આજુબાજુમાં ઉભેલ મોટા કાર્ગો વહાણ નજીક જઇ ખાત્રી કરતા યુરોપ નામનુ કાર્ગો વહાણ આઉટર એન્કરેજ એરીયામાં હાજર માળી આવેલ. જેમાં ડેક એરીયામાં બે ઇસમોની મુવમેન્ટ