ચોરીની રીક્ષા સાથે બે આરોપી ઝડપાયા એ ડિવિઝન પોલીસની કાર્યવાહી
ભરૂચ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ચોરીની બે ઓટો રીક્ષા અને મોબાઈલ સાથે બે આરોપીઓને ઝડપી પાડી કુલ રૂ. 1.03 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મહારાષ્ટ્ર પાસિંગની બે શંકાસ્પદ ઓટો રીક્ષા ફરી રહી હોવાની બાતમી મળી હતી.બાતમીના આધારે પોલીસે ત્રણ રસ્તા સર્કલ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બંને રીક્ષા આવતા પોલીસે તેને અટકાવી તપાસ હાથ ધરી હતી.રીક્ષા ચાલકો પાસે વાહનના જરૂરી દસ્તાવેજો માંગવામાં આવતા તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા.પોલીસે મહારાષ્ટ્રના સંતોષ વિનાયક ગાયકવાડ અને તારા કેલાસ ગોડની ધરપકડ કરી હતી.તેમની પાસેથી રૂ. 1 લાખ કિંમતની બે ઓટો રીક્ષા અને એક મોબાઈલ મળી કુલ રૂ. 1 લાખ 3 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.