દિલ્હીમાં ‘કોકરોચ જનતા પાર્ટી’નું પ્રદર્શન આજે, શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સામે વિરોધની જાહેરાતનવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત દ્વારા કરવામાં આવેલી "કોકરોચ અને પરજીવી" ટિપ્પણી બાદ રચાયેલી ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) આજે દિલ્હીના જંતર-મંતર ખાતે પોતાનું પ્રથમ વિરોધ પ્રદર્શન યોજવા જઈ રહી છે.કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે પરીક્ષાઓમાં થયેલી ગેરરીતિઓ અને વિદ્યાર્થીઓને લગતા મુદ્દાઓ અંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન વિરુદ્ધ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે. તેમણે અગાઉ પોતાના સમર્થકો અને વિદ્યાર્થીઓને 6 જૂને દિલ્હીમાં યોજાનારા આ કાર્યક્રમમાં જોડાવા અપીલ કરી હતી.માહિતી મુજબ અભિજીત દીપકે આજે સવારે બોસ્ટનથી દિલ્હી પહોંચ્યા બાદ સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં જઈ જંતર-મંતર પર શાંતિપૂર્ણ પ્રદર્શન માટે પરવાનગી માંગવાની યોજના બનાવી છે. આ વિરોધ કાર્યક્રમમાં સામાજિક કાર્યકર સોનમ વાંગચુક પણ જોડાઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.બીજી તરફ દિલ્હી પોલીસે સ્પષ્ટતા કરી છે કે ‘કોકરોચ જનતા પાર્ટી’ તરફથી જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન માટે અત્યાર સુધી કોઈ સત્તાવાર અરજી કે પરવાનગીની માંગ પ્રાપ્ત થઈ નથી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, "જ્યારે પણ તેઓ પરવાનગી માટે અરજી કરશે, ત્યારે નિયમ મુજબ તેના પર વિચાર કરવામાં આવશે."હાલ સમગ્ર ઘટનાક્રમને લઈને રાજકીય અને શૈક્ષણિક વર્તુળોમાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે.
ધર્મેન્દ્ર પ્રધાન સામે CJPનું પ્રદર્શન આજે..