દિલ્હીની હોટેલમાં સર્જાયેલી આગની દુર્ઘટના બાદ સુરત ફાયર વિભાગ એક્શનમાં આવ્યું છે. શહેરભરની હોટેલો અને રેસ્ટોરન્ટોમાં ફાયર સેફ્ટી વ્યવસ્થાની આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી છે. આ તપાસને લઈને હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકોમાં દોડધામ મચી ગઈ છે.દિલ્હીની હોટેલમાં આગ લાગવાની ગંભીર ઘટના બાદ સુરત ફાયર વિભાગ દ્વારા શહેરમાં વિશેષ ચેકિંગ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે.ફાયર વિભાગની ટીમો શહેરની વિવિધ હોટેલો અને રેસ્ટોરન્ટોમાં પહોંચી ફાયર સેફ્ટી સાધનો, ફાયર એલાર્મ સિસ્ટમ, ઇમરજન્સી એક્ઝિટ, કંજેસ્ટેડ એરિયા તેમજ અન્ય સુરક્ષા વ્યવસ્થાઓની તપાસ કરી રહી છે.ફાયર વિભાગના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં પણ ફાયર સેફ્ટીના નિયમોનું પાલન નહીં થતું હોય અથવા જરૂરી સાધનોનો અભાવ જોવા મળશે ત્યાં કડક કાર્યવાહી કરવામાં આવશે.આકસ્મિક તપાસના પગલે હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકોમાં દોડધામનો માહોલ જોવા મળી રહ્યો છે. ફાયર વિભાગ દ્વારા સુરક્ષા ધોરણોનું કડક પાલન થાય તે માટે સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.દિલ્હીની દુર્ઘટના બાદ સુરત ફાયર તંત્ર વધુ સતર્ક બન્યું છે અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે સઘન ચેકિંગ અભિયાન હાથ ધરાયું છે.