સુરતના મોટા વરાછા વિસ્તારમાં એક દિવ્યાંગ વ્યક્તિની કેબિનમાં ચોરીની ઘટના સામે આવી છે. તસ્કરોએ કેબિનમાંથી રોકડ રકમ અને માલસામાન મળી અંદાજે 20 હજાર રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાને લઈને વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા સુમન નિવાસના ગેટ પાસે એક દિવ્યાંગ વ્યક્તિ દ્વારા સંચાલિત કેબિનમાં તસ્કરોએ હાથફેરો કર્યો છે.મળતી માહિતી મુજબ ચોરો કેબિનમાં ઘૂસી અંદાજે રૂ. 5 હજારનો માલસામાન અને રૂ. 14 હજાર 200ની રોકડ રકમ મળી કુલ આશરે રૂ. 20 હજારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.કેબિનના સંચાલક જયંતીભાઈ બારૈયા ગરીબ પરિવાર સાથે જીવન નિર્વાહ કરે છે. ચોરીની આ ઘટનાથી પરિવારને મોટો આર્થિક ફટકો પડ્યો હોવાનું જાણવા મળ્યું છે.ઘટનાની જાણ ઉત્રાણ પોલીસને કરવામાં આવતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે ફરિયાદ નોંધી આસપાસના CCTV ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે તપાસ શરૂ કરી છે.