ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના વિઠ્ઠલગામેથી જય આદિવાસી સેના દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના પ્રચાર, આદિવાસી સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર તેમજ GMDCના પ્રોજેક્ટને હટાવવાની માંગ સાથે ભવ્ય બાઈક પરેડ યોજાઈ હતી. "જય જોહાર" અને "જય આદિવાસી"ના નારાઓ સાથે નીકળેલી બાઈક પરેડ વિઠ્ઠલગામથી ચોરામલા, વાંદરીયા, ઉમરગામ અને સોડગામ થઈ રાજગઢ સુધી પહોંચી હતી. માર્ગમાં વિવિધ સ્થળોએ પ્રકૃતિ પ્રણામ અને ધરતી વંદનાનો કાર્યક્રમ પણ યોજાયો હતો.પરેડ દરમિયાન વિવિધ ગામોના લોકોએ બાઈક સવારોનું ફૂલોથી સ્વાગત કર્યું હતું. આ બાઈક પરેડમાં મોટી સંખ્યામાં આદિવાસી સૈનિકો જોડાયા હતા. પ્રસંગે સેના અધ્યક્ષ મહેશભાઈ વસાવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
'એક તીર, એક કમાન... આદિવાસી એક સમાન'ના નારા ગુંજ્યા