સુરેન્દ્રનગર એસટી વિભાગના એક કંડક્ટરે પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી એસટી નિગમનું ગૌરવ વધાર્યું છે. બસમાં મુસાફર દ્વારા ભૂલાઈ ગયેલી સોનાની બુટ્ટી, મહત્વના દસ્તાવેજો અને રોકડ રકમ ભરેલી થેલી પરત કરી કંડક્ટરે ઈમાનદારીની મિસાલ કાયમ કરી છે.રાજકોટ-સુરેન્દ્રનગર રૂટ પર દોડતી એસટી બસના ડ્રાઈવર અભિજીતસિંહ ઝાલા અને કંડક્ટર નિધિબેન દલવાડી ફરજ પર હતા.આ દરમિયાન લખતરના રહેવાસી કનૈયાલાલ પટેલ રાજકોટથી સુરേന്ദ്രનગર મુસાફરી કરીને ડેપો ખાતે ઉતર્યા હતા.ઉતરતી વખતે તેઓ પોતાની એક કિંમતી થેલી બસમાં જ ભૂલી ગયા હતા.કંડક્ટર નિધિબેન દલવાડીના ધ્યાન પર આ થેલી આવતા તેમણે તેની તપાસ કરી હતી.થેલીમાંથી સોનાની બુટ્ટીની જોડી, મહત્વના દસ્તાવેજો, મોબાઈલ ફોન અને અંદાજે 7 હજાર રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી.ત્યારબાદ નિધિબેને થેલી સુરേന്ദ്രનગર ડેપોના એટીઆઈ ચંદુભા રાણાને સોંપી હતી.એસટી તંત્ર દ્વારા મુસાફરનો સંપર્ક સાધી તેમને ડેપો ખાતે બોલાવવામાં આવ્યા હતા.પોતાનો કિંમતી સામાન સુરક્ષિત રીતે પરત મળતા મુસાફર કનૈયાલાલ પટેલે ખુશી વ્યક્ત કરી હતી અને કંડક્ટર નિધિબેન દલવાડી તેમજ એસટી નિગમનો આભાર માન્યો હતો.
એસટી કંડક્ટરની પ્રમાણિકતાની મિસાલ...