સુરતના અમરોલી વિસ્તારમાં વર્ધમાન સોસાયટી નજીક પાણીની પાઇપલાઇનમાં અચાનક ભંગાણ સર્જાતા પાણીના ઊંચા ફુવારા ઊડ્યા હતા.ભંગાણને કારણે લાખો લીટર પીવાના પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. સાથે જ રસ્તા પર પાણી ભરાઈ જતાં સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.સ્થાનિકોનું કહેવું છે કે ઘટનાની જાણ તાત્કાલિક મહાનગરપાલિકાને કરવામાં આવી હતી. જોકે તેમના આક્ષેપ મુજબ ફરિયાદ છતાં હજુ સુધી કોઈ જવાબદાર અધિકારી સ્થળ પર પહોંચ્યા નથી અને પાઇપલાઇનનું સમારકામ પણ શરૂ કરવામાં આવ્યું નથી.સ્થાનિકોએ તાત્કાલિક ભંગાણનું સમારકામ કરી પાણીનો વેડફાટ અટકાવવા અને લોકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવાની માંગ કરી છે.
ફરિયાદ છતાં અધિકારી ન આવતા સ્થાનિકોમાં રોષ