સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા મારવેલા પ્રોજેક્ટમાં બિલ્ડિંગની વિવિધ અસુવિધાઓને લઈને રહીશોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહિલાઓ અને પુરુષોએ હાથમાં પ્લેકાર્ડ લઈને બિલ્ડર વિરુદ્ધ નારેબાજી કરી હતી. રહીશોના જણાવ્યા મુજબ વારંવાર રજૂઆતો કરવા છતાં બિલ્ડર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.રહીશોએ આક્ષેપ કર્યો કે બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીની ખામીઓ આજદિન સુધી દૂર કરવામાં આવી નથી તેમજ અન્ય અનેક સુવિધાઓનો પણ અભાવ છે.વિરોધ પ્રદર્શન દરમિયાન રહીશોએ ચેતવણી આપી હતી કે જો બિલ્ડર તાત્કાલિક સમસ્યાઓનું નિરાકરણ નહીં લાવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.રહીશોએ વધુમાં જણાવ્યું હતું કે જો બિલ્ડિંગમાં કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી બિલ્ડરની રહેશે. સોસાયટીમાં રહેલી તમામ સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ પણ કરવામાં આવી હતી.
ફાયર સેફ્ટી સહિતની ખામીઓ દૂર કરવાની માંગ
