બોટાદ જિલ્લાના ગઢડા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન તતાણા ગામના રહેવાસી શૈલેષભાઈ ઉર્ફે કાળીયો જીવરાજભાઈ ડાભીની ધરપકડ કરી હતી. પોલીસે તેની પાસેથી આશરે રૂ. 60 હજારની કિંમતની યામાહા સાયગ્નસ રે ZR મોટરસાઇકલ, એક OPPO A15 મોબાઇલ અને એક I tel કંપનીનો મોબાઇલ ફોન કબજે કર્યો હતો.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ પેટ્રોલ ખૂટી જવાની ખોટી વાત કરીને હાલોલ તાલુકાના આંબાતલા ગામ નજીક એક વ્યક્તિ પાસેથી મોટરસાઇકલ મેળવી ફરાર થઈ ગયો હતો. ઉપરાંત ધંધુકા નજીક પીપળી ગામના હાઈવે પર ફોન કરવાના બહાને એક મોબાઇલ તેમજ બોટાદ-ભાવનગર રોડ પર અન્ય વ્યક્તિ પાસેથી વધુ એક મોબાઇલ ફોનની ચોરી કરી હતી.
ગઢડા પોલીસે ટેવાયેલા આરોપીને ઝડપી પાડ્યો