ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)ની ટીમે નેશનલ હાઈવે પર આવેલ હોટલના કમ્પાઉન્ડમાંથી ઈંગ્લીશ દારૂનું કટીંગ ઝડપી પાડ્યું.સાયલાના ઢેઢુકી ગામ પાસે આવેલ નાગરાજ હોટલના કમ્પાઉન્ડમાંથી ઝડપાયું ઈંગ્લીશ દારૂનું કટીંગ.ઈંગ્લીશ દારૂ અને બીયરના ટીન નંગ ૨૧૫૭૪ કિંમત રૂ.૬૩.૦૯ લાખ, ટ્રક કિંમત રૂ.૩૦ લાખ, ૦૨ મોબાઈલ સહિત ફુલ રૂ.૯૩.૨૬ લાખનો મુદામાલ કબજે કર્યો .ટ્રક ચાલક કરણસિંહ કાલુરામ ચમાર, રહે. હરિયાણાવાળાને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી .હાજર મળી નહી આવેલ ઈંગ્લીશ દારૂ મંગાવનાર, મોકલનાર, ટ્રક માલિક સહિતનાઓની સંડોવણી પણ બહાર આવી .સ્થાનિક પોલીસને અંધારામાં રાખી SMCની ટીમે રેઇડ કરતા પોલીસની કામગીરી સામે ઉઠ્યા અનેક સવાલો.