મેઘરજ મુસ્લિમ સમાજ દ્વારા ગૌ માતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. સમાજના આગેવાનોએ રેલી યોજી સરકાર સમક્ષ પોતાની માંગ રજૂ કરી હતી.અરવલ્લી જિલ્લાના મેઘરજ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા ગૌ માતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી બાદ સમાજના આગેવાનો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી સરકાર સુધી તેમની માંગ પહોંચાડવા રજૂઆત કરવામાં આવી હતી.મુસ્લિમ સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે ગૌ માતા પ્રત્યે મુસ્લિમ સમાજ પણ સમાન આદરભાવ અને સન્માનની લાગણી ધરાવે છે. સમાજને ગૌ હત્યાના મુદ્દે વારંવાર બદનામ કરવામાં આવતો હોવાની રજૂઆત પણ આવેદનપત્રમાં કરવામાં આવી હતી.સમસ્ત મેઘરજ મુસ્લિમ સમાજના આગેવાનો અને સમાજજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ સરકારને ગૌ માતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવા અંગે યોગ્ય નિર્ણય લેવા અપીલ કરી હતી.આવેદનપત્ર મારફતે સમાજની લાગણી અને માંગ સરકાર સુધી પહોંચાડવા મામલતદારને વિનંતી કરવામાં આવી હતી.
ગૌ માતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ....