સુરતના સરથાણા વિસ્તારમાં સ્વાગત BRTS જંક્શન પાસે આવેલી હોટલ સનલાઇટમાં પોલીસે દરોડો પાડ્યો હતો.પોલીસને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.દરોડા દરમિયાન હોટલમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાનું સામે આવ્યું છે.પોલીસે હોટલની અંદર ચાલી રહેલા કૂટણખાનાનો પર્દાફાશ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.બાતમીના આધારે પોલીસે આયોજનબદ્ધ રીતે રેડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.આ કાર્યવાહી દરમિયાન સંકળાયેલા લોકોની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.શહેરમાં ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવનારાઓ સામે પોલીસ કડક વલણ અપનાવી રહી હોવાનું આ કાર્યવાહી પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે.