ઇસ્કોન મોલ નજીક દારૂરેલી કારનો અકસ્માત...
સુરતમાં દારૂના ખેપિયાઓનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. પીપલોદ ખાતે આવેલા ઇસ્કોન મોલ નજીક દારૂ ભરેલી કારનો અકસ્માત સર્જાતા એક્ટિવા ચાલક ઇજાગ્રસ્ત થયો છે.સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલા ઇસ્કોન મોલ નજીક એક કાર ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં એક્ટિવા ચાલકને માથાના ભાગે ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.સ્થાનિક લોકોમાં એવી ચર્ચા છે કે કાર ચાલક દારૂના નશામાં હતો. અકસ્માત બાદ કારની તપાસ દરમિયાન તેમાંથી મોટી માત્રામાં દારૂની બોટલો મળી આવી હોવાનું પણ સામે આવ્યું છે.બનાવ બાદ કાર ચાલક પોતાની ગાડી સ્થળ પર જ મૂકી ફરાર થઈ ગયો હતો.ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.