ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી સુરેન્દ્રનગરના જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે હર્ષોલ્લાસભેર કરવામાં આવી હતી.આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ ઉપસ્થિતોએ નિહાળ્યું હતું. યોગ કો-ઓર્ડિનેટર મોનિકા ચુડાસમાએ કોમન યોગ પ્રોટોકોલ અંતર્ગત વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાન કરાવી ઉપસ્થિત સૌને સ્વસ્થ અને નશામુક્ત જીવનનો સંકલ્પ લેવડાવ્યો હતો.
કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિક, મ્યુનિસિપલ કમિશનર જે.કે. જાદવ, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા.