સુરત જિલ્લના જુહાપુરા વિસ્તારમાં બેન્ક ઓફ બરોડા નજીક એક કારમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે સજાગતાના કારણે કારમાં સવાર તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવતા મોટી દુર્ઘટના ટળી હતી. જુહાપુરા વિસ્તારમાં બેન્ક ઓફ બરોડા પાસે પસાર થઈ રહેલી એક કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી.આગ લાગતા જ રસ્તા પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા.કારમાંથી ધુમાડો નીકળતો જોઈ સ્થાનિક લોકો અને રાહદારીઓએ તાત્કાલિક સજાગતા દાખવી હતી.કારમાં સવાર લોકોને સમયસર બહાર કાઢી લેવામાં આવતા કોઈ જાનહાનિ થઈ નહોતી.ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.ફાયર જવાનોએ આગ પર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવ્યો હતો.આગ લાગવાના કારણ અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કારને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.