કલેક્ટરશ્રીએ મોડાસા-રાયગઢ રોડની મુલાકાત લીધી..
અરવલ્લી જિલ્લાના મોડાસા-રાયગઢ રોડની ચાલી રહેલી કામગીરીની જિલ્લા કલેક્ટરશ્રીએ સ્થળ મુલાકાત લઈ સમીક્ષા કરી હતી. અંદાજે રૂ. 86 કરોડના ખર્ચે તૈયાર થનારો આ માર્ગ મોડાસા અને હિંમતનગર વચ્ચેના વાહનવ્યવહારને વધુ સુગમ બનાવશે.અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ચાલી રહેલા મોડાસા-રાયગઢ રોડ પ્રોજેક્ટની જિલ્લા કલેક્ટરશ્રીએ સ્થળ પર પહોંચી નિરીક્ષણ કર્યું હતું. અંદાજિત રૂ. 86 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલો આ માર્ગ વિસ્તારના વાહનવ્યવહાર માટે મહત્વપૂર્ણ સાબિત થશે.હાલમાં મોડાસાથી રાજેન્દ્રનગર તરફ જતી ડાબી બાજુની લેનમાં ચોમાસા પહેલા ડામરકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. જેથી વાહનચાલકોને કોઈ અગવડતા ન પડે અને ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રીતે ચાલુ રહી શકે.અધિકારીઓના જણાવ્યા અનુસાર જમણી બાજુની લેન માટે ટૂંક સમયમાં રિટેન્ડરિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આગામી એક વર્ષની અંદર સમગ્ર રોડની કામગીરી પૂર્ણ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.જિલ્લા કલેક્ટરશ્રીએ સ્થળ પર ચાલી રહેલી કામગીરીની ગુણવત્તા અને પ્રગતિની ચકાસણી કરી જરૂરી સૂચનો પણ આપ્યા હતા.