કાણોદર ગામનું ગૌરવ: ભારતીય સેનાના જવાનનું ભવ્ય સ્વાગત ગામના
કાણોદર ગામનું ગૌરવ: ભારતીય સેનાના જવાનનું ભવ્ય સ્વાગતગામના લોકોએ ફુલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કર્યું, ગામ દેશભક્તિના નારાથી ગુજી ઊઠ્યું .કાણોદર ગામના યુવાન ભાટિયા સુમિતકુમાર પ્રવિણભાઈએ બેંગલુરુ ખાતે ભારતીય સેનાની છ મહિનાની કઠોર તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી માદરે વતન પરત ફરતા ગામમાં ગૌરવ અને ખુશીનો માહોલ સર્જાયો હતો.જવાન ભાટિયા સુમિત પ્રવીણભાઈ ગામમાં પહોંચતા કાણોદર હાઇવેથી મેડિકલ એરિયા તથા ગામ સુધી ભવ્ય સ્વાગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામલોકોએ ફૂલહાર પહેરાવી અને દેશભક્તિના નારાઓ સાથે જવાનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.જવાન પોતાના ઘરે પહોંચતા પરિવારજનો, સગા-સંબંધીઓ તેમજ મિત્રવર્તુળ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.ભારતીય સેનાની તાલીમ પૂર્ણ કર્યા બાદ હવે જવાન રજા પૂર્ણ કરી ઉત્તર પ્રદેશના મેરઠ ખાતે પોતાની પોસ્ટિંગ પર ફરજ સંભાળવા માટે હાજર થશે.ગામના યુવાને ભારતીય સેનામાં સ્થાન મેળવી ગામ તેમજ સમગ્ર વિસ્તારનું નામ રોશન કરતાં કાણોદર ગામમાં ગૌરવની લાગણી જોવા મળી રહી છે.