સુરતના પુણાગામ તળાવ પાસે થયેલા કરણ વાઘેલા હત્યા કેસનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાઈ ગયો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે ચાર આરોપીઓની ધરપકડ કરી અનડીટેક્ટ મર્ડર કેસનો પર્દાફાશ કર્યો છે.સુરતના પુણાગામ તળાવ પાસે થયેલા કરણ વાઘેલા હત્યા કેસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચને મહત્વની સફળતા મળી છે.ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં હત્યા કેસનો ભેદ ઉકેલી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે.પ્રાથમિક તપાસમાં અનૈતિક સંબંધની શંકાને લઈને હત્યાનો પ્લાન રચવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.આરોપીઓએ છરી અને પાઈપના ઘા મારી કરણ વાઘેલાની હત્યા કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે.ક્રાઈમ બ્રાન્ચે ભાઈબંધ અને સસરા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે.પકડાયેલા આરોપીઓને વધુ કાયદેસરની કાર્યવાહી માટે પુણા પોલીસને સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે ક્રાઈમ બ્રાન્ચે આ હત્યા કેસનો ઝડપી ભેદ ઉકેલી દીધો છે.