સુરતમાં કરન્સી એક્સચેન્જના બહાને રૂ. 18 લાખથી વધુની છેતરપિંડી આચરનાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. જહાંગીરપુરા વિસ્તારમાં ગુનો આચરી આરોપીઓ લાલ I-20 કારમાં ફરાર થઈ ગયા હતા.જહાંગીરપુરા વિસ્તારમાં કરન્સી એક્સચેન્જના બહાને રૂ. 18 લાખ 65 હજારની છેતરપિંડી આચરી ફરાર થયેલા આરોપીઓ પૈકી ગૌરવ સરવૈયા ને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.મળતી માહિતી મુજબ ગુનો આચર્યા બાદ આરોપીઓ લાલ રંગની I-20 કારમાં નાસી છૂટ્યા હતા.ક્રાઇમ બ્રાન્ચે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી હતી.પકડાયેલા આરોપી પાસેથી ગુનામાં વપરાયેલી લાલ I-20 કાર તેમજ રૂ. 70 હજારની રોકડ રકમ પણ કબ્જે કરવામાં આવી છે.પોલીસે ગણતરીના દિવસોમાં વણશોધાયેલ ગુનો ઉકેલી આરોપીને ઝડપી પાડતા મહત્વની સફળતા મેળવી છે.હાલ આરોપીને આગળની કાર્યવાહી માટે જહાંગીરપુરા પોલીસ સ્ટેશન ને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ રાખવામાં આવી છે.
કરન્સી એક્સચેન્જના બહાને લાખોની છેતરપિંડી