"કતારગામમાં એપાર્ટમેન્ટનો દાદર ધરાશાયી, 28 રહીશોનું રેસ્ક્યૂ."

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા કતારગામ ચિંતામણી એપાર્ટમેન્ટનો દાદર અચાનક ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એપાર્ટમેન્ટની ‘બી’ વિંગની સીડી તૂટી જવાના કારણે ઉપરના માળે રહેતા બાળકો અને મહિલાઓ સહિત કુલ 28 રહીશો ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં કતારગામ અને ડભોલી ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર વિભાગે બે બિલ્ડિંગ વચ્ચે લેડર બ્રિજ બનાવી તમામ 28 રહીશોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

કતારગામના લિંબાચિયા ફળિયા ખાતે આવેલા ચિંતામણી એપાર્ટમેન્ટમાં બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સીડી તૂટી જવાથી ઉપરના માળેથી નીચે આવવાનો રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો.

‘બી’ વિંગની સીડી અચાનક તૂટી

ચિંતામણી એપાર્ટમેન્ટની ‘બી’ વિંગનો દાદર અચાનક ધરાશાયી થયો હતો. સીડી તૂટી જતાં ઉપરના માળે રહેતા લોકો નીચે ઊતરી શક્યા નહોતા. ફસાયેલા લોકોમાં બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થતો હતો.

નીચે ઊતરવાનો માર્ગ બંધ થઈ જતાં ઉપરના માળે ફસાયેલા રહીશોમાં ભય ફેલાયો હતો. મદદ મેળવવા માટે રહીશોએ બાલ્કનીમાંથી બૂમો પાડવાનું શરૂ કર્યું હતું.

બાળકો-મહિલાઓ સહિત 28 લોકો ફસાયા

સીડી ધરાશાયી થવાના કારણે કુલ 28 લોકો ઉપરના માળે ફસાઈ ગયા હતા. અચાનક બનેલી ઘટનાના કારણે એપાર્ટમેન્ટમાં દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા કતારગામ અને ડભોલી ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક ચિંતામણી એપાર્ટમેન્ટ ખાતે પહોંચી હતી.

બે બિલ્ડિંગ વચ્ચે બનાવ્યો લેડર બ્રિજ

કતારગામ ચિંતામણી એપાર્ટમેન્ટમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ફાયર વિભાગે વિશેષ રીતે બચાવ કામગીરી હાથ ધરી હતી. નીચે આવવા માટે સીડી ઉપલબ્ધ ન હોવાથી ફાયર વિભાગે બે બિલ્ડિંગ વચ્ચે લેડર બ્રિજ તૈયાર કર્યો હતો.

આ લેડર બ્રિજની મદદથી ફાયર વિભાગે એક પછી એક રહીશોને બીજી બિલ્ડિંગ તરફ સુરક્ષિત રીતે ખસેડવાનું શરૂ કર્યું હતું.

અશક્ત લોકોને ખાટલા મારફતે ખસેડાયા

બચાવ કામગીરી દરમિયાન અશક્ત લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ફાયર વિભાગ દ્વારા ખાટલાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમને ખાટલા મારફતે બીજી બિલ્ડિંગમાં ખસેડવામાં આવ્યા હતા.

ફાયર વિભાગની સમયસૂચકતા અને બચાવ કામગીરીના કારણે બાળકો અને મહિલાઓ સહિત તમામ 28 રહીશોને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા મળી હતી.

તમામ 28 રહીશો સુરક્ષિત

ફાયર વિભાગ દ્વારા હાથ ધરાયેલી રેસ્ક્યૂ કામગીરી પૂર્ણ થયા બાદ તમામ 28 લોકો સુરક્ષિત હોવાનું સામે આવ્યું હતું. તમામ રહીશો હેમખેમ બહાર આવી જતાં પરિવારજનો અને સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અચાનક દાદર ધરાશાયી થવાથી મોટી મુશ્કેલી સર્જાઈ હતી, પરંતુ ફાયર વિભાગે લેડર બ્રિજ બનાવી ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.