આરોપી મોહાલીમાં સાયન્ટિફિક ગ્રુપ ઓફ કન્સલ્ટન્ટ નામની ફર્મ ચલાવી ફેસબુક-ઇન્સ્ટાગ્રામ દ્વારા લોકોનો સંપર્ક કરતો અને નકલી વર્ક પરમિટ મોકલીને પૈસા પડાવતો હતો.પકડાયેલા આરોપી સામે સુરત ઉપરાંત ગાંધીનગર અને રાજકોટમાં પણ છેતરપિંડી અંગેની NCCRP પોર્ટલ પર ફરિયાદો નોંધાયેલી મળી આવી છે.