પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કામલપુર ગામ ખાતે આવેલા શ્રી ગણેશ ખારેક ફાર્મમાં "ખારેક ઉત્સવ–2026"નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન કરછ કોપ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ અને એગ્રસેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને લાલ ખારેકની વૈજ્ઞાનિક ખેતી, ગુણવત્તાયુક્ત રોપાની પસંદગી, બાગાયતનું આધુનિક સંચાલન, ઉત્પાદન વધારવાની પદ્ધતિઓ તેમજ બજાર વ્યવસ્થા અંગે નિષ્ણાતો દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં પરબતભાઈ ચૌધરી, ગેનાભાઈ પટેલ, ગણેશભાઈ ચૌધરી, લખમણભાઈ પટેલ, કિશનસિંહ વાઘેલા, આશિષ શર્મા તેમજ કરછ કોપ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડના અરવિંદભાઈ પટેલ અને જયેશભાઈ શાહ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.ખેડૂતોમાં ખારેકની આધુનિક ખેતી પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતોને નવી ટેકનોલોજી અને ખેતીને વધુ લાભદાયી બનાવવા માટે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ખેડૂતોમાં વૈજ્ઞાનિક ખેતી પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ