સુરત શહેરમાં કોંગ્રેસના બે અગ્રણીઓ વચ્ચેનો આંતરિક વિવાદ હવે કાયદાકીય લડાઈમાં ફેરવાયો છે.કોંગ્રેસના શહેર ઉપપ્રમુખ ઋષિન રાયકાએ ઉમરા પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસના પૂર્વ કાર્યકારી પ્રમુખ દીપ નાયક સામે ગંભીર ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ વર્ષ 2023 દરમિયાન અઠવાલાઈન્સ વિસ્તારમાં આવેલા સુંદરમ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર જી-2નું ગેરકાયદેસર રીતે વેચાણ કરી છેતરપિંડી આચરવામાં આવી હતી.ઋષિન રાયકાનો આક્ષેપ છે કે દીપ નાયકે પોતાની માતા દક્ષા નાયક અને સુંદરમ એપાર્ટમેન્ટના હાલના પ્રમુખ રિંકલબેન દોશી સાથે મળી કાવતરું રચ્યું હતું.આરોપ છે કે એપાર્ટમેન્ટના પૂર્વ પ્રમુખ વર્ષાબેનની ખોટી સહી કરીને ડુપ્લિકેટ શેર સર્ટિફિકેટ તૈયાર કરવામાં આવ્યું હતું.બાદમાં આ દસ્તાવેજોના આધારે ફ્લેટ ત્રાહિત વ્યક્તિને વેચી દેવામાં આવ્યો હતો.ફરિયાદીનું કહેવું છે કે સંગઠનમાં સાથે કામ કરતા સાથી નેતાએ જ વિશ્વાસઘાત કરી આર્થિક નુકસાન પહોંચાડ્યું છે.ઉમરા પોલીસે દીપ નાયક, દક્ષા નાયક અને રિંકલબેન દોશી સામે ફરિયાદ નોંધી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.પોલીસ હવે દસ્તાવેજોની ચકાસણી, શેર સર્ટિફિકેટની ખરાઈ અને ફ્લેટના વેચાણ સંબંધિત તમામ વ્યવહારોની તપાસ કરી રહી છે.
કોંગ્રેસ સામે કોંગ્રેસ : સુરતમાં પોલીસ ફરિયાદ...