"લખતરમાં 'શાહ હેપ્પીનેશ અર્જન્ટ કેર સેન્ટર'નો પ્રારંભ, સ્થાનિક દર્દીઓને મળશે ઝડપી સારવાર"
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર શહેરની સહયોગ વિદ્યાલય બિલ્ડિંગ ખાતે શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ સંચાલિત 'શાહ હેપ્પીનેશ અર્જન્ટ કેર સેન્ટર'નો શુભ પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નવી આરોગ્ય સેવા શરૂ થતાં લખતર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકોને હવે સામાન્ય અને તાત્કાલિક સારવાર માટે દૂરના શહેરોમાં જવાની જરૂરિયાત ઓછી થશે. હોસ્પિટલમાં વિવિધ પ્રાથમિક આરોગ્ય સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ થતાં દર્દીઓને ઝડપી અને ગુણવત્તાસભર સારવાર મળી શકશે.
લખતર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારને મળશે મોટી આરોગ્ય સુવિધા
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ખાતે શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ સંચાલિત 'શાહ હેપ્પીનેશ અર્જન્ટ કેર સેન્ટર'નો પ્રારંભ થયો. નવા આરોગ્ય કેન્દ્રમાં ઇમરજન્સી, સ્ત્રીરોગ, બાળરોગ, ડાયાબિટીસ સહિત વિવિધ સારવાર અને પ્રાથમિક તપાસની સુવિધા ઉપલબ્ધ રહેશે.
શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ દ્વારા શરૂ કરાયેલા આ અર્જન્ટ કેર સેન્ટરનો મુખ્ય હેતુ લખતર તથા આસપાસના ગામોના લોકોને નજીકમાં જ આરોગ્ય સેવા ઉપલબ્ધ કરાવવાનો છે. અત્યાર સુધી અનેક દર્દીઓને સારવાર માટે સુરેન્દ્રનગર અથવા અન્ય શહેરોમાં જવું પડતું હતું, પરંતુ હવે પ્રાથમિક અને ઇમરજન્સી સારવાર સ્થાનિક સ્તરે જ મળી રહેશે.
ઇમરજન્સી સહિત અનેક સારવારની સુવિધા ઉપલબ્ધ
નવા અર્જન્ટ કેર સેન્ટરમાં ઇમરજન્સી સારવાર, નેબ્યુલાઇઝર સેવા, સ્ત્રીરોગ અને બાળરોગની સારવાર, ડાયાબિટીસ સહિત સામાન્ય બીમારીઓની સારવાર તેમજ જરૂરી પ્રાથમિક તપાસોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઉપરાંત નાની-મોટી ઇજાઓ અને અચાનક તબિયત બગડવાના કિસ્સાઓમાં દર્દીઓને તાત્કાલિક સારવાર આપવામાં આવશે, જેથી કિંમતી સમય બચાવી શકાય.
ગંભીર દર્દીઓ માટે રિફરલ વ્યવસ્થા પણ ઉપલબ્ધ
હોસ્પિટલમાં ગંભીર હાલતમાં આવતા દર્દીઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ જરૂરિયાત મુજબ ઉચ્ચ આરોગ્ય કેન્દ્રમાં રિફર કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આથી દર્દીઓને સમયસર યોગ્ય સારવાર મળી રહે અને આરોગ્ય સેવાઓ વધુ અસરકારક બને તે માટે જરૂરી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
ઉદ્ઘાટન પ્રસંગે આગેવાનો અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા
અર્જન્ટ કેર સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, ડોક્ટરો તેમજ લખતર શહેરના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ નવી પહેલ વિસ્તારના લોકોને ઝડપી, સરળ અને ગુણવત્તાસભર આરોગ્ય સેવા ઉપલબ્ધ કરાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.