અમરેલી જિલ્લાના લાઠી શહેરમાંથી સિંહના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. ખોરાકની શોધમાં વનરાજ માનવ વસાહત નજીક પહોંચી જતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો.સ્થાનિકોના જણાવ્યા મુજબ સિંહ ખોરાકની શોધમાં કોલેજ અને રેવન્યુ વિસ્તાર નજીક સુધી પહોંચી ગયો હતો.વનરાજને માનવ વસાહત નજીક ભટકતો જોઈ સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.સિંહની હાજરીના સમાચાર મળતાં જ મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકત્ર થઈ ગયા હતા.લોકોના ટોળા જોઈ સિંહ પણ ગભરાઈ ગયો હતો અને નજીકની વાડીઓ તરફ દોડી ગયો હતો.કાળઝાળ ગરમી અને જંગલ વિસ્તારમાં ખોરાકની ઉપલબ્ધતા અંગે સ્થાનિકોમાં ચર્ચા શરૂ થઈ છે.વન્યજીવ નિષ્ણાતોના મતે જંગલી પ્રાણીઓ ક્યારેક ખોરાક અથવા પાણીની શોધમાં માનવ વસાહત તરફ આવી જતા હોય છે.સિંહના આ દ્રશ્યો હાલ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યા છે.