લીંબાયત પોલીસ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત 26 લાખ રૂપિયાથી વધુની મત્તાનો મુદ્દામાલ મૂળ અરજદારોને પરત કરવામાં આવ્યો હતો.લીંબાયત પોલીસનો ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમ દરમિયાન રૂપિયા 26 લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ મૂળ અરજદારોને પરત કરવામાં આવ્યો હતો.ઝડપી કાનૂની પ્રક્રિયા બાદ મુદ્દામાલ પરત કરતા અરજદારોના ચહેરા પર હર્ષની લાગણી જોવા મળી હતી.ત્રણ જેટલા વાહનો, સોના-ચાંદીના ઘરેણા તેમજ 70 મોબાઈલ પરત કરવામાં આવ્યા હતા.ગુમ થયેલા, ચોરી થયેલા, ઘરફોડ સહિત લૂંટ જેવા ગુન્હાઓમાં રિકવર કરાયેલ મુદ્દામાલ પરત કરવામાં આવ્યો હતો.અરજદારોએ લીંબાયત પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.રાજ્ય ગૃહમંત્રીની સૂચના અન્વયે શહેર પોલીસ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો.અરજી અને ગુન્હાના કામે રિકવર કરાયેલ મુદ્દામાલ મૂળ અરજદારોને ઝડપી રીતે મળે તે માટે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.