સુરત ગ્રામ્ય વિસ્તારમાં નેશનલ હાઇવે-48 પર આગની ઘટના સામે આવી છે. માંગરોળ તાલુકાના મહુવેજ ગામની સીમમાં હાઇવેના સર્વિસ રોડની બાજુમાં એકઠા કરાયેલા કચરામાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.&nbsp;સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મહુવેજ ગામની સીમમાંથી પસાર થતા નેશનલ હાઇવે-48ના સર્વિસ રોડ નજીક એકઠા કરવામાં આવેલા કચરાના ઢગલામાં અચાનક આગ લાગી હતી. આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ઘટનાસ્થળેથી કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઊંચે સુધી ઉડતા જોવા મળ્યા હતા. હાઇવે પરથી પસાર થતા વાહનચાલકોને પણ દૂરથી ધુમાડો સ્પષ્ટ દેખાતો હતો. આગ લાગવાના કારણો અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. ઘટનાની જાણ થતાં આગ પર કાબૂ મેળવવા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.<br /> <br /> &nbsp;