અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકા અને આસપાસના વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો.રાત્રિના દસ વાગ્યા સુધીમાં પવન સાથે વરસાદની એન્ટ્રી થઈ હતી.ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો.માલપુર, મેઘરજ, મોડાસા, ધનસુરા અને બાયડના વિસ્તારોમાં ખેતીલાયક વરસાદ વરસતા વાતાવરણમાં મોટો પલટો આવ્યો હતો અને ચોમાસાની ઋતુનો અહેસાસ થયો હતો.લોકો ગરમીમાંથી છુટકારો મેળવી ધન્યતા અનુભવી રહ્યા છે.વાવણી લાયક વરસાદ થતાં ધરતીપુત્રોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે અને લોકોએ કુદરતનો આભાર વ્યક્ત કર્યો હતો.
માલપુર સહિત આસપાસના વિસ્તારોમાં મેઘરાજાની મહેર