માંડવી હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન...
માંડવી સરકારી હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં "12 વર્ષના વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ"ની ઉજવણીના ભાગરૂપે માંડવી સરકારી હોસ્પિટલ પરિસરમાં વિશેષ સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમમાં સુરત જિલ્લા ભાજપ મહામંત્રી અંકુરભાઈ દેસાઈની ઉપસ્થિતિ રહી હતી. પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતાના સંકલ્પ સાથે આયોજિત આ કાર્યક્રમમાં ભાજપ સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકાના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.ઉપસ્થિત મહાનુભાવોએ સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણી માટે વધુમાં વધુ વૃક્ષારોપણ કરવાનો સંદેશ આપ્યો હતો.