સુરત માંડવી શિક્ષક ભવન ખાતે ધી માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી ક્રેડિટ મંડળીની 95મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી.ઉપપ્રમુખ જયંતિભાઈએ ઉપસ્થિત સભાસદોનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ મહામંત્રી નવીનભાઈ ચૌધરીએ વર્ષ 2025-26 દરમિયાનની કામગીરી, લેખાજોખા અને એજન્ડા મુજબની વિગતો સભા સમક્ષ રજૂ કરી હતી, જેને હાજર સભ્યોએ સર્વાનુમતે મંજૂરી આપી હતી.પ્રમુખ નટુભાઈ ચૌધરીએ મંડળીની પ્રગતિમાં યોગદાન આપનાર ભૂતપૂર્વ હોદ્દેદારો અને સભાસદોનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ સભાસદોને સમયસર ધિરાણ મળી રહે તેમજ મંડળીને વધુ પ્રગતિના શિખરે પહોંચાડવા માટેના ભવિષ્યના આયોજન અંગે પણ માહિતી આપી હતી.અરેઠ તાલુકાની રચના બાદ ત્યાંના સભાસદોની સુવિધા માટે અરેઠ ખાતે નવા ભવનના નિર્માણની યોજના તૈયાર કરવાની જવાબદારી પણ સોંપવામાં આવી હતી. પ્રમુખના આ નિર્ણયને સભાસદોએ આવકારી લીધો હતો.
માંડવીમાં શિક્ષક ક્રેડિટ મંડળીની 95મી વાર્ષિક સભા..