સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેણાંક સોસાયટીમાં પ્રી-પ્રાયમરી સ્કૂલ શરૂ કરવાના મુદ્દે વિવાદ સર્જાયો છે. મારૂતિધામ સોસાયટીમાં રહેણાંક નિયમોને અવગણી વ્યાપારી પ્રવૃત્તિ શરૂ કરાયાનો આક્ષેપ કરી સ્થાનિક મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે રહેણાંક વિસ્તાર માટેના નિયમોને નેવે મૂકી સોસાયટીમાં શાળા શરૂ કરવામાં આવી રહી છે, જેના કારણે વિસ્તારમાં ટ્રાફિક, પાર્કિંગ અને સુરક્ષા સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે.આ મુદ્દે ખાસ કરીને મહિલાઓએ મોરચો માંડી વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહિલાઓ હાથમાં લેખિત ફરિયાદોની નકલો લઈને પ્રશાસન અને સ્થાનિક લોકપ્રતિનિધિઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા.વિરોધ દરમિયાન વાતાવરણ તંગ બનતા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવ્યો હતો.સ્થાનિકોનું કહેવું છે કે તેમની રજૂઆતો છતાં કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે તેઓને રસ્તા પર ઉતરવાની ફરજ પડી છે.હાલ સમગ્ર મામલે સ્થાનિક પ્રશાસન અને સંબંધિત તંત્ર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.
મારૂતિધામમાં સ્કૂલ મુદ્દે વિવાદ રહેણાંક વિસ્તારમાં શાળ...