સુરેન્દ્રનગરના મેઘાણી બાગ ખાતે પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાના અધ્યક્ષસ્થાને જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ શિબિરનો મુખ્ય હેતુ પ્રજાને સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે અને તમામ યોજનાઓનો લાભ સરળતાથી એક જ સ્થળેથી મળી રહે તેવો હતો.આ પ્રસંગે પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થયા છે.તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા નાના વેપારીઓ, ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.પ્રધાનમંત્રી આવાસ યોજના, કુંવરબાઈનું મામેરું, નમો લક્ષ્મી, નમો સરસ્વતી અને આયુષ્માન ભારત જેવી યોજનાઓના લાભો વિશે પણ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત આગામી 21 જૂનના વિશ્વ યોગ દિવસ નિમિત્તે જિલ્લામાં એક લાખથી વધુ લોકો યોગ કાર્યક્રમમાં જોડાય તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.કાર્યક્રમ દરમિયાન વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મંજૂરીપત્રો અને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.