અરવલ્લીના મેઘરજ શહેરની ગાયત્રી સોસાયટીમાં રખડતા ઢોરનો ત્રાસ ચરમસીમાએ પહોંચ્યો છે. બે આખલાઓ વચ્ચે થયેલી લડાઈમાં એક રહેણાંક મકાનના મુખ્ય દરવાજાને ભારે નુકસાન પહોંચતા સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.આજે સવારના સમયે સોસાયટીમાં બે આખલાઓ વચ્ચે જોરદાર લડાઈ સર્જાઈ હતી.આ લડાઈ દરમિયાન એક રહેણાંક મકાનના મુખ્ય દરવાજાને ભારે નુકસાન પહોંચ્યું હતું.આ અગાઉ પણ રખડતા ઢોરના કારણે એક મોટરસાયકલને નુકસાન થયું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ ફેલાયો છે.સ્થાનિકોએ વહીવટી તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરી રખડતા ઢોરને પકડી યોગ્ય વ્યવસ્થા કરવાની ઉગ્ર માંગ કરી છે.