અરવલ્લી જીલ્લાના મોડાસાની પહાડપુર સેવા સહકારી મંડળીમાં ખેડૂતોના નામે ગેરરીતિ કરીને ધિરાણ મેળવ્યાના આક્ષેપો બાદ વિવાદે જોર પકડ્યું છે.આ સમગ્ર મામલે મંડળીના ચેરમેન ભરત પટેલે ખુલાસો કરતા જણાવ્યું હતું કે મંડળીમાં કોઈપણ પ્રકારનું ધિરાણ સભાસદની જાણ બહાર આપવામાં આવતું નથી.
વીઓ: તેમણે જણાવ્યું હતું કે ડીએમઆરમાં સભાસદની સહી અને જરૂરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ ધિરાણ મંજૂર કરવામાં આવે છે.ચેરમેન ભરત પટેલના જણાવ્યા મુજબ મંડળીના ચેરમેન કે સેક્રેટરીને વ્યક્તિગત રીતે કોઈના નામે ધિરાણ ઉપાડવાની સત્તા નથી.તેમણે વધુમાં કહ્યું હતું કે સમગ્ર મામલે રાજકીય પ્રેરિત આક્ષેપો કરીને મંડળીની છબીને ખરડવાનો પ્રયાસ થઈ રહ્યો છે.સમિતિની રચના પણ નિયમો મુજબ જાહેરનામું પ્રસિદ્ધ કરીને કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.પહાડપુર સેવા મંડળીમાં થયેલી ગેરરીતિના આક્ષેપોને લઈને હવે ચેરમેનના ખુલાસા બાદ મામલો વધુ ચર્ચાનો વિષય બન્યો છે.હાલ સમગ્ર મુદ્દે સંબંધિત તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે કે કેમ તેના પર સૌની નજર મંડાયેલી છે.