આવનાર મોહરમ તાજીયાના પર્વને ધ્યાનમાં રાખી સુરત જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે અરેઠ તાલુકાના તડકેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુરત જિલ્લા એસઓજી અને એલસીબીની ટીમ દ્વારા ડ્રોન કેમેરાની મદદથી સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી હતી.ડ્રોન સર્વેન્સ દ્વારા વિસ્તારના સંવેદનશીલ સ્થળો, જાહેર માર્ગો તેમજ તાજીયાના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આ તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે.આ પ્રસંગે તડકેશ્વર પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એચ. સોલંકી સહિત પોલીસ તંત્રનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
મોહરમ પૂર્વે પોલીસનું ડ્રોન સર્વેલન્સ તડકેશ્વર વિસ્તારમાં SOG-LCB..