મોટા વરાછામાં પતરાના શેડમાં આગ ફાયરની ટીમે હાથ ધરી કામગીરી..
સુરતના મોટા વરાછા વિસ્તારમાં આગની ઘટના સામે આવી છે. પતરાના શેડમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.મોટા વરાછા વિસ્તારમાં આવેલા પતરાના શેડમાં આગ લાગવાની ઘટના બની હતી.આગ લાગતાની સાથે જ ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.ફાયર વિભાગના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.પ્રાથમિક માહિતી મુજબ આગના કારણે ગોડાઉનમાં રહેલા મુદ્દામાલને મોટું નુકસાન પહોંચ્યું છે.હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી અને ફાયર વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.