રાજકોટ જિલ્લના ઉપલેટાના સ્વર્ગસ્થ નરેશભાઈ સુવાના કલ્યાણ અર્થે શ્રમજીવી પરિવારના બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.ઉપલેટા તાલુકા પંચાયતના વર્ષો સુધી પ્રમુખ પદે રહેલા લોકપ્રિય આહીર આગેવાન સ્વ. રાજાભાઈ સુવાના સદગત પુત્ર નરેશભાઈ સુવાના કલ્યાણ અર્થે તેમના માતૃશ્રી રીટાબેન સુવા અને બહેન શ્રી પ્રિયંકાબેન વારોતરીયા તરફથી સેવાભાવી શ્રી રાધે સેવા ગ્રુપના સહયોગથી અહીંના શ્રમજીવી પરિવારના બાળકોને મિષ્ટાન ફરસાણ સાથે ભોજન પ્રસાદ તેમના હાથેથી પીરસી બધા બાળકોને પ્રેમથી ભરપેટ ભોજન કરાવ્યું હતું.આ પ્રસંગે શ્રી રાધે સેવા ગ્રુપનાં ભારતીબેન આહીર, વિજયાબેન જોશી, જયાબેન અને મેઘાબેન સહિત બહેનોએ સહયોગ આપ્યો હતો.
નરેશભાઈ સુવાના કલ્યાણ અર્થે બાળકોને ભોજન પ્રસાદ