સુરતના નાસીનગર ડિમોલેશન મામલે અસરગ્રસ્ત પરિવારોને આખરે 28 દિવસ બાદ રહેવા માટે કોમ્યુનિટી હોલ ફાળવવામાં આવ્યો છે. જોકે, અહીં પણ પાયાની સુવિધાઓના અભાવને લઈને અસરગ્રસ્તોએ નારાજગી વ્યક્ત કરી છે.સુરતના નાસીનગર ડિમોલેશન મામલે પાલિકાના ટ્રસ્ટ વિભાગ દ્વારા 28 દિવસ બાદ અસરગ્રસ્ત પરિવારોને રહેવા માટે કોમ્યુનિટી હોલ ફાળવવામાં આવ્યો છે. પરંતુ આશ્રય મળ્યા બાદ પણ અસરગ્રસ્તોની મુશ્કેલીઓનો અંત આવ્યો નથી.અસરગ્રસ્તો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે કોમ્યુનિટી હોલમાં જરૂરી પાયાની સુવિધાઓનો અભાવ છે. ટોયલેટ અને બાથરૂમમાં પાણીના નળ નથી, જ્યારે પીવાના પાણીની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી નથી.અસરગ્રસ્ત પરિવારોનું કહેવું છે કે તેઓ હાલ પોતાની વ્યવસ્થા પર નિર્ભર છે અને વિવિધ એનજીઓની મદદથી ભોજન તેમજ પીવાના પાણીની વ્યવસ્થા કરીને ગુજરાન ચલાવી રહ્યા છે.ડિમોલેશન બાદથી આશ્રયવિહોણા બનેલા પરિવારોની એક જ માંગ છે કે તેમને માત્ર તાત્કાલિક આશ્રય નહીં પરંતુ **ઘરના બદલે કાયમી ઘર ફાળવવામાં આવે.**અસરગ્રસ્તો હજુ પણ સરકાર અને તંત્ર તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે કે તેમને સ્થાયી પુનર્વસન આપવામાં આવશે.