સુરત ક્રાઈમ બ્રાન્ચે નવ વર્ષથી ફરાર ચાલતા એક આરોપીની ધરપકડ કરી છે.પકડાયેલ આરોપીની ઓળખ નિલેશ વાલજી ગજેરા તરીકે થઈ છે, જેની સામે વર્ષ 2017માં કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ મકાન ખાલી કરાવ્યા બાદ ફરી પોતાના પરિવાર સાથે મકાન પર ગેરકાયદે કબજો જમાવ્યો હતો.આ દરમિયાન મકાન માલિક સાથે માથાકૂટ પણ કરવામાં આવી હતી.આ ગુનામાં નિલેશ ગજેરા અને તેના પરિવાર વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.અગાઉ તેના પરિવારના અન્ય સભ્યોની ધરપકડ થઈ ચૂકી હતી, જ્યારે નિલેશ પોલીસ પકડથી ફરાર હતો.સુરત ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરી હતી.જેમાં આરોપી ઓરિસ્સાના અંગુલ જિલ્લામાં આવેલી કોલસાની ખાણ ખાતે સ્પેશિયલ આર્મ્ડ ફોર્સમાં આઉટસોર્સ ડ્રાઈવર તરીકે કામ કરતો હોવાનું જાણવા મળ્યું હતું.ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે આશરે 1600 કિલોમીટર દૂર ઓરિસ્સા જઈ આરોપીને ઝડપી પાડી સુરત લાવી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નવ વર્ષથી ફરાર આરોપી ઓરિસ્સાથી ઝડપાયો