સુરેન્દ્રનગરમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદભાઈ સોલંકી, શહેર કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રભાઈ વકીલ તેમજ ચોટીલાના પૂર્વ ધારાસભ્ય રૂત્વિકભાઈ મકવાણા સહિતના કોંગ્રેસના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ NEET સહિત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીકની ઘટનાઓને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે પરીક્ષા વ્યવસ્થામાં વારંવાર થતી ગેરરીતિઓને કારણે લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓનું ભવિષ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે. કોંગ્રેસના જણાવ્યા અનુસાર તાજેતરની NEET પરીક્ષામાં દેશભરમાં 22 લાખથી વધુ અને ગુજરાતમાં 80 હજારથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષા અગાઉ પેપર લીકના આરોપો સામે આવતા વિદ્યાર્થીઓમાં ભારે નિરાશા ફેલાઈ છે.
NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસનો સરકાર પર પ્રહાર...