NEET-UGનું પેપર લીક થયા બાદ ફરીવાર પરીક્ષા યોજાઈ રહી છે. આ વખતે ફરી વિદ્યાર્થીઓ સાથે બજાણે તંત્રની પણ પરીક્ષા થઈ રહી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.ગુજરાતમાં 211 પરીક્ષા કેન્દ્રો પર કુલ 79 હજાર 411 ઉમેદવારો પરીક્ષા આપવાના છે. સુરતમાં 21 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન સર્જાય તે માટે લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પરીક્ષા કેન્દ્ર પર પ્રશ્નપત્રો લાવવા અને લઈ જવાની જવાબદારી પ્રથમવાર CISFને સોંપવામાં આવી છે.બપોરે 2 વાગ્યે શરૂ થનારી પરીક્ષા માટે વિદ્યાર્થીઓને સવારે 11 વાગ્યાથી બપોરે 1:30 વાગ્યા સુધી પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ આપવામાં આવશે.
NEET-UGની પરીક્ષા આજે ફરી યોજાશે...