સુરત ઝોન-01 એલસીબીને મોટી સફળતા મળી છે. "ઓપરેશન ટ્રેપ" હેઠળ વર્ષો જૂના ઘરફોડ ચોરીના ગુનામાં ફરાર ચાલતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. સુરત પોલીસના "ઓપરેશન ટ્રેપ" અભિયાન અંતર્ગત ઝોન-01 એલસીબીએ લાંબા સમયથી ફરાર આરોપીની ધરપકડ કરી છે.પકડાયેલ આરોપીની ઓળખ બાબુલાલ ધર્મજી પ્રજાપતિ, ઉંમર 50 વર્ષ તરીકે થઈ છે.આરોપી વર્ષ 1988માં ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ હતો.પોલીસ તપાસ મુજબ આરોપી અને તેના સાગરિતોએ ગોડાઉનનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો.ત્યારબાદ લાખો રૂપિયાના ગ્રે કાપડના તાકાઓની ચોરી કરવામાં આવી હતી.ચોરી થયેલા મુદ્દામાલની કિંમત અંદાજે 3.24 લાખ રૂપિયાથી વધુ હોવાનું સામે આવ્યું હતું.આરોપી વર્ષો સુધી નામ અને સરનામા બદલી પોલીસથી બચતો રહ્યો હતો.જોકે ઝોન-01 એલસીબીની બાતમી અને ટેક્નિકલ તપાસના આધારે આખરે આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે.